ભાવનગર : આપનો અનોખો વિરોધ, પાર્ટીના કાર્યકરો પાવડો અને તગારું લઈ ખાડા પૂરવાના કામમાં લાગ્યા

શહેરના પ્રવેશ દ્વારા નજીકના માર્ગોની હાલત લાંબા સમયથી દયનીય હોય અને તંત્ર તેને રીપેર કરવા અંગેની પૂરતી કાળજી ન લેતું હોય

New Update
ભાવનગર : આપનો અનોખો વિરોધ, પાર્ટીના કાર્યકરો પાવડો અને તગારું લઈ ખાડા પૂરવાના કામમાં લાગ્યા

ભાવનગર શહેરના અનેક માર્ગો અને ખાસ શહેરના પ્રવેશ દ્વારા નજીકના માર્ગોની હાલત લાંબા સમયથી દયનીય હોય અને તંત્ર તેને રીપેર કરવા અંગેની પૂરતી કાળજી ન લેતું હોય ત્યારે પ્રજાનો અવાજ બની આજે આમ આદમી પાર્ટી દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરી માર્ગોના ખાડા જાતે પૂર્યા હતા.

ભાવનગર શહેરના અનેક માર્ગોમાં ઘણા લાંબા સમયથી ખાડાઓ પડી ગયા હોય જેને તંત્ર દ્વારા પૂરવા અંગેની કામગીરી કરવામાં આવતી ન હતી. પરંતુ હાલ જયારે રોડમાં ખાડા કે ખાડામાં રોડ જેવા અનેક માર્ગો નજરે પડી રહ્યા છે ત્યારે રોડના કામોમાં થયેલો ભ્રષ્ટાચાર પણ સામે આવી રહ્યો છે. આવા માર્ગોથી પ્રજા પણ પરેશાન થઇ રહી છે. ત્યારે પ્રજાનો અવાજ બની આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સ્વખર્ચે એક ટ્રક કપચી મંગાવી જાતે જ પાવડા-તગારા ઉઠાવી આ માર્ગ પર કપચી નાખી હતી. પરંતુ તે પહેલા આ શહેરના નેતાઓ જેમાં સાંસદ ભારતીબેન શિયાળ,કેબિનેટ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી,-પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે અને મુખ્યમંત્રીના ફોટા અને સ્લોગન સાથે ના બેનરોને ખાડામાં મૂકી તેના પર કપચી નાખી ખાડાઓનું પુરાણ કર્યું હતું.આમ હાલના શાસકો સામે ભારે આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કરી ખાડા પૂરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Latest Stories