ભાવનગર : કાશીની પંચમુખી રૂદ્રાક્ષમાંથી બનાવાયું વિશાળ શિવલિંગ, મહા શિવરાત્રીએ યોજાશે ધાર્મિક કાર્યક્રમો

ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સવા 2 લાખ પંચમુખી રૂદ્રાક્ષના વિશાળ શિવલીંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે

New Update
ભાવનગર : કાશીની પંચમુખી રૂદ્રાક્ષમાંથી બનાવાયું વિશાળ શિવલિંગ, મહા શિવરાત્રીએ યોજાશે ધાર્મિક કાર્યક્રમો

ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સવા 2 લાખ પંચમુખી રૂદ્રાક્ષના વિશાળ શિવલીંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે મહા શિવરાત્રીના પાવન અવસરે શિવ આરાધના, ભજન સત્સંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે બ્રહ્મ સેવા સંઘ દ્વારા સવા 2 લાખ પંચમુખી રૂદ્રાક્ષનું વિશાળ શિવલીંગ બનાવવામાં આવ્યું છે. આ શિવલીંગ બનાવવા માટે કાશીની વિશેષ પંચમુખી રૂદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શિવલીંગનો ઘેરાવો 31.5 ફુટનો છે, જ્યારે ઉંચાઈ 21 ફુટ જેટલી છે. શિવલિંગના અભિષેક માટે સ્ટેન્ડ પણ બનાવવામાં આવશે, ત્યારે આગામી તા. 1 માર્ચના રોજ મહા શિવરાત્રીના પાવન અવસરે હોમાત્મક લઘુરૂદ્ર, શિવ આરાધના, ભજન-સત્સંગ, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવલિંગ દર્શનનો લ્હાવો લે તે માટે બ્રહ્મ સેવા સંઘ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Latest Stories