Connect Gujarat
ગુજરાત

ભાવનગર : જુઓ, ભેજાબાજો મોટા કૌભાંડને અંજામ આપે તે પહેલાં જ પોલીસે કર્યો પર્દાફાશ…

ભાવનગરમાં ગેરકાયદેસર રીતે ડોક્યુમેન્ટ મેળવી તેના પરથી જીએસટી નંબર પ્રાપ્ત કરી કરોડો રૂપિયાની કરચોરીનો નવો જ કીમિયો હાથ ધરવામાં આવ્યો હતો.

X

ભાવનગરમાં ગેરકાયદેસર રીતે ડોક્યુમેન્ટ મેળવી તેના પરથી જીએસટી નંબર પ્રાપ્ત કરી કરોડો રૂપિયાની કરચોરીનો નવો જ કીમિયો હાથ ધરવામાં આવ્યો હતો. જોકે, આ કૌભાંડને અંજામ તે પહેલા જ પોલીસે ઓરિજનલ સ્ટેમ્પ સાથે ચેડા કરતાં એક વકીલ સહિત 3 ભેજાબાજોને ઝડપી પાડ્યા છે.

ભાવનગરમાં અસલ સ્ટેમ્પને લેપટોપમાં લઇ તેના પરથી નકલી સ્ટેમ પેપર બનાવી છેતરપિંડી આચરતા ભેજાબાજો એક મોટા કૌભાંડને અંજામ આપે તે પહેલાં જ સી' ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. શહેરના એક સ્ટેમ્પ વેન્ડર પાસેથી 2 શખ્સોએ સ્ટેમ્પ પેપર ખરીદી કરી, આ પેપર પરથી લેપટોપની મદદ વડે બનાવટી સ્ટેમ્પ બનાવી ખોટા ભાડા કરારો તૈયાર કરાવ્યા હતા. ડુપ્લીકેટ દસ્તાવેજોની મદદ વડે જીએસટી ટીન નંબર મેળવવા પેરવી કરતા ભેજાબાજોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. આ ઘટનામાં આજથી એકાદ માસ પૂર્વે સ્ટેમ્પ વેન્ડર દ્વારા વેચાણ કરાયેલા 4 ઈ-સ્ટેમ્પ, સર્ટીફિકેટ સ્ટેમ્પ વેન્ડરોના નોટરી સ્ટેમ્પ, આધારકાર્ડની નકલ, વીજબીલ અને ટેક્ષ ભર્યા અંગેની પહોચને અમીન અલી હૈદરઅલી ભોજાણી અને સાહિલ આરીફ હાસમાળીએ પોતાના અંગત આર્થિક લાભ માટે મેળવી લીધા હતા. ત્યારબાદ અસલ સરકારી સ્ટેમ્પ કોપી કરી લેપટોપમાં અલગ અલગ પાર્ટીના નામો લખી બનાવટી સ્ટેમ્પના આધારે ખોટા ભાડા કરાર તૈયાર કર્યા હતા. સમગ્ર મામલે પોલીસે એક વકીલ સહિત અન્ય 2 લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

Next Story