Connect Gujarat
ગુજરાત

ભાવનગર : LPG સિલિન્ડર ફાટતાં બેકરીમાં લાગી ભીષણ આગ, ફાયર લાશ્કરોએ આગ પર મેળવ્યો કાબુ...

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ મધુર બેકરીમાં રહેલા LPG સિલિન્ડર ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

X

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ મધુર બેકરીમાં રહેલા LPG સિલિન્ડર ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લેવા તજવીજ હાથ ધરી હતી.

ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ મધુર બેકરીમાં ગત મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થાનીક લોકો દ્વારા ઘટનાની જાણ કરતા પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. આગ લાગતાં બેકરીમાં ઉપયોગમાં લેવાતાં 3 જેટલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જોકે, આગ વધુ ભડકે એ પૂર્વે ફાયર વિભાગે 10 જેટલા સિલિન્ડરને સલામત રીતે બહાર કાઢ્યા હતા. બેકરીમાં લાગેલી આગને કાબુમાં લેવા પ્રયાસ કરતા 4 ફાયર મેન સહિત અન્ય 4 લોકો દાઝી ગયા હતા, ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, બેકરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકયું નથી. પરંતુ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story