Connect Gujarat
ગુજરાત

ભાવનગર : 72મા વન મહોત્સવ પ્રસંગે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા મેયરે કરી અપીલ

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તાર ખાતે એનસીસી કેમ્પના વિદ્યાર્થીઓ સાથે ૭૨મા વન મહોત્સવ કાર્યક્રમમાં ભાવનગર મેયર કીર્તિ દાણીધરિયાની ઉપસ્થિતિમાં ૧૧૭ વૃક્ષો વાવી સમગ્ર શહેરીજનોને વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ તેનું જતન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

ભાવનગર : 72મા વન મહોત્સવ પ્રસંગે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા મેયરે કરી અપીલ
X

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તાર ખાતે એનસીસી કેમ્પના વિદ્યાર્થીઓ સાથે ૭૨મા વન મહોત્સવ કાર્યક્રમમાં ભાવનગર મેયર કીર્તિ દાણીધરિયાની ઉપસ્થિતિમાં ૧૧૭ વૃક્ષો વાવી સમગ્ર શહેરીજનોને વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ તેનું જતન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

સમગ્ર ભાવનગર જીલ્લામાં ૭૨મા વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના બોરતળાવ ખાતે એનસીસીના બાળકો સાથે શહેરના પ્રથમ નાગરિક મેયર કીર્તિ દાણીધરિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મેયરે જણાવ્યુ હતું કે, સમગ્ર વિશ્વ પર્યાવરણ બાબતે હવે ચિંતિત બન્યું છે અને ગ્લોબલ વોર્મિંગને કેવી રીતે ઘટાડી શકાય તે માટે ચિંતન કરી સુસંગત નીતિઓ બનાવી તેનું અમલીકરણ પણ કરી રહ્યું છે. પૃથ્વી પર થઈ રહેલા વાતાવરણીય અને આબોહવાકીય ફેરફારોને પહોંચી વળવા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તે જરૂરી છે.

હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, જે પ્રમાણે ઓક્સિજનની અછત ઉભી થઇ હતી અને ઓક્સિજનનું મહત્વ આપણી જિંદગી માટે કેટલું અમુલ્ય છે તેની પ્રતીતિ કરાવી હતી, ત્યારે આવનાર દિવસોમાં ઓક્સિજન માટે દરેક વ્યક્તિ એક-એક વૃક્ષ વાવે તેમજ તેના જતન માટેની જવાબદારી સાથે ૧૧૭ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે, હવે વધુ વૃક્ષો વાવવા માટે લોકોની પણ સક્રિય ભાગીદારી જરૂરી છે. તો સાથે જ પ્રકૃતિના જતન-સંવર્ધન માટે લોકો કટિબધ્ધ બને તે માટે પણ અપીલ કરવામાં આવી હતી.

Next Story