/connect-gujarat/media/post_banners/3fc3464f5c83d007b35f70b7a20576971ccb5e1d9a230a6913efc1e2e3aba3b3.jpg)
ભાવનગર શહેરમાં સુભાષનગર વિસ્તરમાં વર્ષા સોસાયટીમાં પૈસાની લેતી દેતીમાં બોલાચાલી ઉગ્ર થતા બે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે ઉમલો કરતા એકનું ઘટનાસ્થળે મોટ નીપજ્યું જયારે એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી
ભાવનગર શહેરમાં જાણે લૂખા તત્વો પોલીસ તંત્રને પડકાર કરતા હોય તેવું લાગી રહ્યું છે. મળતી માહીતી મુજબ ભાવનગર શહેરના સુભાષનગર વર્ષા સોસાયટીમાં ઉમેશભાઇને રોહિત ઉર્ફે ચણા બારૈયા નામના ઇસમ સાથે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ સર્જાઇ હતી. આ બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ ધારણ થતા તિક્ષ્ણ હથિયાર વડે મારામારી સર્જાઇ હતી . જેમાં ઉમેશભાઇ ચૌહાણ નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પુજાભાઇ રાઠોડને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ઉમેશભાઇના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની જાણ એલ.સી.બી તેમજ ઘોઘા રોડ પોલીસ મથકને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.