New Update
-
ભાવનગરમાં બન્યો હતો ચકચારી બનાવ
-
સગીરા સાથે આચરાયું હતું દુષ્કર્મ
-
પોલીસે 50 વર્ષીય આધેડની કરી ધરપકડ
-
પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરાય
-
કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય
ભાવનગરના બોર તળાવ પોલીસ મથક વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 50 વર્ષીય આધેડની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ મથક વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે તેના જ વિસ્તારમાં રહેતા આશરે ૫૦ વર્ષીય આધેડએ દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર બનાવ મામલે સગીર દીકરીએ તેના માતાપિતાને જણાવતા પરિવારજનો દ્વારા બોરતલાવા પોલીસ મથક ખાતે જાણ કરાઈ હતી. જે ઘટનાની ગંભીરતાને લઇ બોરતળાવ પોલીસ મથકના પીઆઇ ડાભી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અને સગીર દીકરીને મેડિકલ માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. મેડિકલ રિપોર્ટના આધારે પોલીસે દુષ્કર્મ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે દુષ્કર્મ આચરનાર શખ્સને ગણતરીની કલાકમાં પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે