Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ચોમાસા પૂર્વે મનપા દ્વારા પ્રીમોન્સૂન પ્લાનિંગ હાથ ધરાયું, 55 જેટલી જગ્યાઓ પર કામગીરી શરૂ

ભારે વરસાદને કારણે ભાવનગર શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે.

X

ભાવનગર શહેરમાં ભારે વરસાદને લઈને ઘણા વિસ્તરમાં પાણી ભરાવના પ્રશ્ન ઉદ્ભવે છે ત્યારે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે.

છેલ્લા ત્રણ વર્ષ થી ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે ભાવનગર શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. જ્યારે આ સમસ્યાથી વાહનચાલકોને ખુબજ મુશ્કેલી પડે છે. ગત વર્ષે ભાવનગર શહેરના બોળતલાવ વિસ્તારમાં બે થી ત્રણ સોસાયટીમાં પાણી ઘુસી ગયા હતા તેમજ કાલિયાબીડ વિસ્તારમાં અને કુંભારવાડા વિસ્તારમાં પણ રોડ પર બે ફૂટ જેટલા પાણી ભરાય ગયા હતા, ત્યારે ભાવનગર મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રીમોન્સૂન કામગીરી આરંભી દેવામાં આવી છે. જેમાં ૨૦ જેટલા કોન્ટ્રાક્ટરો દ્વારા ભાવનગર શહેરના તમામ વોર્ડમાં ૫૫ જગ્યાએ પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકામાં ડ્રેનેજ અધિકારી બદલાતા ચાલુ વર્ષ કામગીરી વહેલી આરંભવામાં આવી છે. આ કામની શરૂઆત મનપાએ કરચલિયાપરા વિસ્તારમાં ખારમાં આવેલ મફતનગરથી કરી છે. સ્ટોર્મ લાઈનો બાદ પાણીના બુરાઈ ગયેલી કેનલોમાંથી માટી કાઢવાની શરૂઆત કરી છે.

Next Story