ભાવનગર રેન્જ પોલીસ દ્વારા DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં શરદપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરાય...

ભાવનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શરદપૂર્ણિમાના પાવન અવસરે ભાવનગર રેન્જ પોલીસ વિભાગ દ્વારા શરદપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભાવનગર રેન્જ પોલીસ વિભાગ દ્વારા આયોજન કરાયું

  • પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શરદપૂર્ણિમા પર્વની ઉજવણી

  • રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની ઉપસ્થિતી

  • 10 રાસ મંડળીઓએ ગરબા પ્રતિયોગિતામાં ભાગ લીધો

  • વિજેતા ટીમોને પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવી

ભાવનગર રેન્જ પોલીસ વિભાગ દ્વારા ભાવનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શરદપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શરદપૂર્ણિમાના પાવન અવસરે ભાવનગર રેન્જ પોલીસ વિભાગ દ્વારા શરદપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર રેન્જ હેઠળના ત્રણેય જિલ્લાની મહિલા પોલીસ કર્મચારીઓની 10 રાસ મંડળીઓએ રાસ-ગરબા પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. જેમાં બહેનોએ પારંપરિક ગરબાઓ સાથે અવનવી થીમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સ્પર્ધામાં બોટાદ ડિવિઝનની ટીમ પ્રથમ ક્રમેભાવનગર પોલીસ હેડક્વાર્ટરની ટીમ દ્વિતીય ક્રમેજ્યારે બોટાદ પોલીસ હેડક્વાર્ટરની ટીમ ત્રીજા ક્રમે આવતા મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

શરદપૂર્ણિમાની ચાંદની રાતે સૌએ એકતા અને આનંદના રંગમાં રંગાઈ જઈ લોકોએ કાર્યક્રમની ક્ષણો માણી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયતેઓના ધર્મપત્ની અનુરાધા સહાયકેન્દ્રીય રાજ્યમંત્રી નિમુ બાંજેરાધારાસભ્ય જીતુ વાઘાણીરેન્જ આઈજી ગૌતમ પરમાર તથા ભાવનગરબોટાદ અને અમરેલી જિલ્લાના પોલીસ વડા સહિતના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories