ભાવનગર : SGST વિભાગે જપ્ત કરેલા રૂ. 19 લાખના સામાનની ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા

રાજ્યવેરા કમિશ્નર કચેરી દ્વારા તપાસ દરમ્યાન ઝડપાયેલા કોપર બ્રાસના સ્ક્રેપ કિંમત રૂ. 19 લાખના માલસામાનની ચોરીની ઘટનામાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે.

New Update
ભાવનગર : SGST વિભાગે જપ્ત કરેલા રૂ. 19 લાખના સામાનની ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા

ભાવનગરના બહુમાળી ભવન ખાતે આવેલી રાજ્યવેરા કમિશ્નર કચેરી દ્વારા તપાસ દરમ્યાન ઝડપાયેલા કોપર બ્રાસના સ્ક્રેપ કિંમત રૂ. 19 લાખના માલસામાનની ચોરીની ઘટનામાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે.

ભાવનગરમાં બહુમાળી ભવન ખાતેની રાજ્યવેરા કમિશ્નર કચેરીની ટીમ ચેકીંગમાં હતી, ત્યારે એક પીકઅપ વાનને થોભાવી તેમાં ચેકિંગ કરતા કોપરનો સ્ક્રેપ મળી આવ્યો હતો. જેના બીલ અંગે પૂછતાં રજુ કરવામાં આવ્યા હતા. જોકે, તે વેચનાર રિયા એન્ટરપ્રાઈઝ અમદાવાદ તેમજ એચ.એન.એન્ટરપ્રાઈઝ જામનગરના નામના હોવાથી બીલ શંકસ્પદ જણાતા SGST વિભાગે 19,44,242 રૂપિયાની કિંમતનો કોપરનો સ્ક્રેપ બહુમાળી ભવન ખાતે તેમની ઓફીસના ગ્રાઉન્ડમાં મુકાવી વધુ તપાસ હાથ ધરી હતી.

જોકે, રાત્રીના સમયે અરવિંદ બારૈયા અને ચિંતન ગોહેલ સહિતના ૩ લોકો ચોકીદારને ધમકી આપી સ્ક્રેપ ભરેલા પીકઅપ વાનને લઇ જઈ માલ કોઈ જગ્યાએ ખાલી કરી ફરી પીકઅપ વાન ફરી ત્યાં જ મૂકી નાસી છુટ્યા હતા. જે અંગે રાજ્યવેરા કમિશ્નર કચેરીના નાયબવેરા કમિશ્નર પ્રીતેશ દુધાતે નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાકીદે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે અરવિંદ બારૈયા અને ચિંતન ગોહેલની ધરપકડ કરી હતી, જ્યારે સ્ક્રેપ ક્યાં છુપાવ્યો છે તેની પુછપરછ કરતા આપેલી માહિતી મુજબ ઈમ્તીહાજ કુરેશીની જગ્યામાંથી કોપર સ્ક્રેપ મળી આવતા તે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories