ભાવનગર શહેરમાં ત્રણથી ચાર લાખ લોકોને સિધી સ્પર્શતો કંસારા પ્રોજેકટ હજુ સવા બે વર્ષે માંડ માંડ ૩૫ ટકા પૂર્ણ થયો છે, ત્યારે જે કામ થયું છે તેમાં પણ અત્યારે માથાઢક ઘાસ ઉગી નિકળવા સાથે દૂષિત પાણી વહેતું રહેતા પૈસાનું પાણી થઈ રહ્યું છે.
ભાવનગર શહેરનાં કાળિયાબીડ થી લઈને તિલકનગર સુધી ૮ કિલો મીટરનો કંસારા પ્રોજેકટ ચૂંટણીલક્ષી પ્રોજેકટ બની ગયો છે, રૂપિયા ૪૧ કરોડનાં ખર્ચે આ પ્રોજેકટ બનાવવા નિર્ણય લેવાયો હતો, જેનું કામ ઓકટોબર ૨૦૨૦થી આરંભ કરાયું હતું. કંસારા પ્રોજેક્ટની વાસ્તવિકતા કઈક જુદી જ છે. પ્રોજેકટનું કામ ૩૫ ટકા પૂર્ણ થયું હતું ત્યાં જ્યા કામ થયું ત્યા દૂષિત પાણી અને જોવા મળી રહ્યું છે ઘાસનું સામ્રાજ્ય. પ્રજાનાં મતોથી ચૂંટાયેલ ભાજપનાં નેતાઓ કંસારાની મુલાકાતે દોડી ગયા હતા, પરંતુ અત્યારે સ્થળ, સ્થિતિ પર જઈને વાસ્તવિકતાનો સ્વીકાર કરીને પ્રજાના પૈસાનું પાણી થતું અટકાવવા કામની સાથોસાથ જાળવણી પણ કરાવવાની એજન્સીને ફરજ પાડવા માંગણી ઉઠી રહી છે.
૪૧ કરોડના ખર્ચે ઓક્ટોબર ૨૦૨૦માં પ્રારંભ થયેલ કંસારા સજીવીકરણ પ્રોજેકટ ૨૦૨૩માં પૂર્ણ કરવાનો છે ત્યારે હાલ કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે ત્યારે વિપક્ષ અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ કંસારા પ્રોજેક્ટમાં ઘણાખરા ઘરો ડેમોલેશનમાં કરી દેવામાં આવ્યા છે ત્યારે પ્રોજેકટ કયારે પૂર્ણ થશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.