આપના બેનરો મનપાએ ઉતારતા વિવાદ
ગોપાલ ઇટાલિયાએ મનપાનો ઉધડો લીધો
ગોપાલ ઇટાલિયા સાથે શાબ્દિક ઘર્ષણ
બેનર હટાવવા માટે લેખિત આદેશની કરી માંગ
સોશિયલ મીડિયામાં ઘટનાનો વિડીયો વાયરલ
ભાવનગરમાં આમ આદમી પાર્ટીના લાગેલા બેનરો મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઉતારી લેવામાં આવતા વિવાદ સર્જાયો હતો,અને ગોપાલ ઈટાલીયા અને મનપાની ટીમ વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું.
ભાવનગર હાલ ગુજરાતમાં વિધાનસભાના સત્ર દરમિયાન અનેક મુદ્દે સરકારનો વિરોધ કરનારી આમ આદમી પાર્ટીના બેનર ઉતારવા મુદ્દે વિવાદ સર્જાયો છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે મનપાની એક ટીમ રોડ પર લગાવવામાં આવેલા આમ આદમી પાર્ટીના બેનરને હટાવવા પહોંચી હતી. તે જ સમયે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ આવી પહોંચ્યા હતા,અને બેનર હટાવવા માટે લેખિત આદેશની માંગ કરી હતી. ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે " તમે ભાજપના ઝંડા નથી ઉતરતા, ભાજપની દલાલી કરો છો. ગોપાલ ઇટાલિયાએ લેખિત ઓર્ડરની માંગ કરી હતી.