કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામવિહારી સ્વામી અક્ષરવાસી થયા

New Update

કચ્છ જિલ્લાના ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામવિહારી સ્વામી અક્ષરવાસી થતા મંદિરને મોટી ખોટ પડી છે. ગતરોજ સ્વામીજીએ પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો, ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિરથી સ્વામીજીની અંતિમયાત્રા નીકળી હતી. સ્વામિનારાયણ વાડી ખાતે સદગત સ્વામીજીની અંતિમવિધિ કરવામાં આવી હતી.

ભુજ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજીએ જણાવ્યું કે, ઘનશ્યામવિહારી સ્વામીએ ભુજ મંદિરના નિર્માણમાં અથાગ યોગદાન આપ્યું છે. તેઓ હંમેશા પ્રભુભક્તિ અને હરિ સ્મરણમાં લિન રહેતા હતા. તેઓ 33 વર્ષ સુધી સાધુ રહ્યા હતા અને 55 વર્ષની આયુએ દેહ ત્યાગ કર્યો છે. પોતાના સાધુકાળ દરમ્યાન તેઓએ ભુજ મંદિરમાં સેવા આપી હતી. ઘનશ્યામવિહારી સ્વામીને કિડની અને ડાયાબિટીસની બીમારી હતી. તેમની અણધારી વિદાયથી હરિભક્તો સહિત સંત સમાજમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.

Latest Stories