Connect Gujarat
ગુજરાત

બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી ગુજરાતના પ્રવાસે, ગીરનું ઘરેણું એવા સિંહ પરિવારને જોઈ થયા પ્રભાવિત

બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સુનિલ શેટ્ટીએ સાસણમાં ગીર સફારીની મુલાકાત લીધી હતી. જેમાં સિંહ પરિવારને જોઈ તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.

X

બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સુનિલ શેટ્ટીએ સાસણમાં ગીર સફારીની મુલાકાત લીધી હતી. જેમાં સિંહ પરિવારને જોઈ તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા

બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે જુનાગઢ નજીક સાસણમાં ગીર સફારીની મુલાકાત દરમ્યાન સિંહ પરિવારને જોઈ તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. સાસણના ડેડકીયાળી જંગલમાં 2 સિંહ અને 3 સિંહણોના દર્શન કર્યા બાદ તેઓ સાસણ નજીક આવેલ એક રિસોર્ટ ખાતે લગ્નપ્રસંગમાં હાજરી આપવા પહોચ્યા હતા. અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતાના સોશિયલ મીડિયા પર ગુજરાત દોરા પર પોતે કરેલા સિંહ દર્શનના વિડીયો શેર કર્યા હતા. જેમાં ગીરનું ઘરેણું એવા સિંહને જોઈ તેઓએ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી.

Next Story