બોટાદ : કષ્ટભંજન દાદાના સિંહાસનને રથયાત્રાનો ભવ્ય શણગાર કરાયો, પ્રત્યક્ષ દર્શન કરી ભાવિકો ધન્ય થયા...

વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે અષાઢી બીજના પવિત્ર દિને દાદાના સિંહાસનને રથયાત્રાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

New Update
બોટાદ : કષ્ટભંજન દાદાના સિંહાસનને રથયાત્રાનો ભવ્ય શણગાર કરાયો, પ્રત્યક્ષ દર્શન કરી ભાવિકો ધન્ય થયા...

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે અષાઢી બીજના પવિત્ર દિને દાદાના સિંહાસનને રથયાત્રાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ શતામૃત મહોત્સવ સાળંગપુરધામના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ અષાઢી બીજ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. જેમાં રથયાત્રાના ભવ્ય શણગાર દર્શન તથા દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યા છે. વહેલી સવારે સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી રથયાત્રાના પવિત્ર ઉત્સવ નિમિત્તે 'જય જગન્નાથ'ના નાદ સાથે સમગ્ર મંદિર પરિસરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તો બીજી તરફ, હજારો ભક્તોએ કષ્ટભંજનદેવના અનેરા દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Latest Stories