બોટાદ : પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન હનુમાનજી દાદાને હીરાજડિત મુગટ સહિત ગુલાબના ફુલનો દિવ્ય શણગાર કરાયો

વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાના સિંહાસનને ગુલાબના ફુલના દિવ્ય શણગાર સાથે હીરાજડિત મુગટ પહેરવામાં આવ્યો હતો.

New Update
  • કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ધનુર્માસ નિમિત્તે ઉજવણી

  • કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરાયો

  • દાદાના સિંહાસનને ગુલાબના ફુલનો દિવ્ય શણગાર કરાયો

  • મંદિરમાં હનુમાનજી દાદાને દાદાને હીરાજડિત મુગટ પહેરાવાયો

  • ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય થયા

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાના સિંહાસનને ગુલાબના ફુલના દિવ્ય શણગાર સાથે હીરાજડિત મુગટ પહેરવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબના ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે જ શ્રી કષ્ટભંજન દેવની પ્રતિમાને હીરાજડિત મુગટ પણ પહેરવામાં આવ્યો હતો.

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છેત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી. જોકેપવિત્ર ધનુર્માસ નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતુંઆ તકે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.