બોટાદ : પવિત્ર ધનુર્માસમાં તુલસી પૂજન નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને દિવ્ય વાઘાનો શણગાર અને 51 કીલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો...

સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસના તુલસી પૂજન નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને દિવ્ય વાઘાનો શણગાર તેમજ 51 કીલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો.

New Update
  • વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવું સાળંગપુર ધામ

  • કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ધનુર્માસ નિમિત્તે ઉજવણી

  • કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરાયો

  • સિલ્કના વાઘાનો શણગાર51 કીલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો

  • ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય થયા

Advertisment

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસના તુલસી પૂજન નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને દિવ્ય વાઘાનો શણગાર તેમજ 51 કીલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને સિલ્કના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ હનુમાનજી દાદાને 51 કીલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છેત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી. જોકેઆજે પવિત્ર ધનુર્માસમાં તુલસી પૂજન નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતુંઆ તકે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: ઓનલાઈન ગેમિંગમાં રૂ.10 લાખ હારી જતા યુવાને વાગરામાં જવેલરી શોપમાં કરી લૂંટ, પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા

New Update

ભરૂચના વાગરામાં બન્યો હતો ચકચારી બનાવ

Advertisment

જવેલરી શોપમાં થઈ હતી લૂંટ

જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવવામાં આવી હતી

પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની કરી ધરપકડ

ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા કરી લૂંટ

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
Advertisment

ભરૂચના વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે.પોલીસે લૂંટના ચક્ચારી બનાવવામાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂ.3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે.આ સાથે જ રૂપિયા 70 હજારની કિંમતની બાઈક પણ કબજે લેવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ  કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લુટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હાલ આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે

Advertisment