બોટાદ : શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસન પર વિવિધ ચલણી નોટોનો દિવ્ય શણગાર કરાયો...

સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમ્યાન દાદાના સિંહાસન પર વિવિધ ચલણી નોટ થકી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

New Update
  • શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું

  • શ્રી હનુમાનજીના સિંહાસનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો

  • હનુમાનજી દાદાના સિંહાસન વિવિધ ચલણી નોટનો શણગાર

  • સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું

  • ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય થયા

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમ્યાન દાદાના સિંહાસન પર વિવિધ ચલણી નોટ થકી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના સિંહાસન પર 102050100200 અને 500 રૂપિયાની ભારતીય ચલણી નોટનો ઉપયોગ કરી સુંદર શણગાર કરાયો હતો. આ સાથે જ વૃંદાવનમાં 5 દિવસની મહેનતે શુદ્ધ સિલ્કના કાપડ પર એમ્બ્રોઇડરી અને જરદોશી વર્ક સાથે તૈયાર કરાયેલા ભવ્ય વાઘા પહેરાવી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને શુસોભિત કરવામાં આવ્યા હતા.

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છેત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી. જોકેહાલ ચાલી રહેલ દિવાળી વેકેશનને લઈને સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Latest Stories