પાટનગર ગાંધીનગરના 61માં સ્થાપના દિવસની ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વિકાસ વિઝનનું લોન્ચિંગ કરાયું...

રાજ્યના પાટનગર ગાંધીનગરના 61માં સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ વિઝનના લોન્ચિંગ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા

New Update
  • રાજ્યના પાટનગર ગાંધીનગરનો 61મો સ્થાપના દિવસ

  • ગાંધીનગરના 61માં સ્થાપના દિવસની ઉજવણી કરાય

  • ગાંધીનગર મનપાના વિકાસ વિઝનનું લોન્ચિંગ કરાયું

  • ગાંધીનગર ક્લિન સીટીનું બિરૂદ જાળવવાની જવાબદારી

  • શહેરી-વિકાસ માટેના બજેટમાં 40 ટકાની વૃદ્ધિ : મુખ્યમંત્રી 

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના 61માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ વિઝનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

રાજ્યના પાટનગર ગાંધીનગરના 61માં સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ વિઝનના લોન્ચિંગ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરને સ્વછતા સર્વેક્ષણમાં તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે સન્માન મેળવવાના પાયામાં રહેલા સ્વછતા કર્મીઓનું સન્માન કર્યું હતું.

 ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કેગાંધીનગરે ગ્રીન સિટી સાથે હવે ક્લીન સિટીનું બિરૂદ મેળવ્યું છેતે જાળવી રાખવાની સૌની સહિયારી જવાબદારી બની રહે છે. શહેરી વિકાસની બે દાયકાની સિદ્ધિઓ અને સફળતાના પગલે હવે ગુજરાત સરકાર વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટની નેમ સાથે શહેરી વિકાસ વર્ષ 2025 ઉજવી રહી છે.

આ હેતુસર રાજ્યના અર્બન ડેવલપમેન્ટ બજેટમાં આ વર્ષે 40 ટકાનો વધારો કરીને 30 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યુ હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047નો જે સંકલ્પ કર્યો છેતેને રાજ્યના શહેરો સ્માર્ટ અને સસ્ટનેબલ સિટી ડેવલપમેન્ટથી સાકાર કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Latest Stories