New Update
ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા
ચૈતર વસાવાએ CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
અનુસૂચિત જાતિના પ્રશ્નો બાબતે પત્ર લખાયો
આદિવાસી અધિકારીઓ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ
અસ્પૃશ્યતા નિવારણ શિબિરનું આયોજન કરવા માંગ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયને બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.જેમાં જણાવ્યા અનુસાર અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયો માટે સમગ્ર ગુજરાતમાં અસ્પૃશ્યતા નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવે તેમજ રાજ્ય સરકારની નોકરીની જાહેરાતોમાં વ્યવસ્થિત અમલ થવો અને ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયની બેકલોગની સીટો ખાલી છે જે ભરવા સરકારે યોગ્ય કાર્યવાહી કરવી,ગુજરાતમાં મહિલાઓ સાથે થતી જાતીય સતામણી માટે મહિલાઓને પોકસો, ગુડ ટચ બેડ ટચ સહીતની વિશે માહિતી મળે તે માટે મહિલા સ્વાભિમાન સંમેલનનું આયોજન સરકારી ખર્ચે કરવું એ સહિતની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સમુદાયથી સંબંધિત અધિકારી સાથે આજે પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે, વંચિત સમુદાયના અધિકારીઓને આજે પણ ડીસીજન મેકીંગ પોસ્ટ આપવામાં આવી રહી નથી. મોટા ભાગે અમુક ખાસ જાતિ અને વર્ગના લોકો ને જ મહત્વપુર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે, જે ખરેખર ખોટું અને ગેરકાયદેસર છે. આ તમામ બાબતે ચૈતર વસાવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે
Latest Stories