આવતીકાલે માવઠાની શક્યતા ,નલિયામાં 3 ડિગ્રી તાપમાન પહોંચ્યું

રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ઠંડી વચ્ચે આવતીકાલે 28 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થઇ શકે છે

આવતીકાલે માવઠાની શક્યતા ,નલિયામાં 3 ડિગ્રી તાપમાન પહોંચ્યું
New Update

રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ઠંડી વચ્ચે આવતીકાલે 28 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થઇ શકે છે. જો કે 29 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર ઘટે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.

રાજ્યમાં કોલ્ડ વેવ નો કહેર યથાવત રહ્યો છે. કાતિલ સૂસવાટા ભર્યા પવનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દિવસે પણ ગરમ વસ્ત્રો નો સહારો લેવો પડે તેવા ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. દિવસે સૂર્ય પ્રકાશ પણ ઓછો રહે છે તેથી દિવસનું તાપમાન પણ ઓછું રહે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રી આસપાસ રહ્યું છે.માવઠાની આગાહી રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર વચ્ચે આવતીકાલે 28 જાન્યુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. માવઠાને કારણે ઠંડીની અસર વધી શકે છે.બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યમાં હાલ કાતિલ શીત લહેરની અસર જોવા મળી રહી છે.કચ્છના નલિયામાં 3 ડિગ્રી સાથે રાજ્ય ઠંડુ સ્થળ રહ્યું છે જ્યારે ભૂજ અને કંડલા એરપોર્ટમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદ અને ડીસામાં 9 ડિગ્રી તાપમાન રહ્યું છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Monsoon #winter season #weather update #Rain Fall
Here are a few more articles:
Read the Next Article