છોટાઉદેપુર : મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર 56 પર 10 વર્ષની ગેરંટીવાળા ઓલ ધ વેધર ડાયવર્ઝનનું ધોવાણ

છોટાઉદેપુર મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 નેશનલ હાઇવે પર સવા ચાર કરોડના ખર્ચે 10 વર્ષની ગેરંટીનું ઓલ વેધર ડાયવર્ઝન ધોવાઈ ગયું છે,

New Update
  • NH 56 પર ડાયવર્ઝનનું ધોવાણ

  • 10 વર્ષની ગેરંટીવાળા ડાયવર્ઝન ધોવાયું

  • ઓલ ધ વેધર તરીકે ઓળખાતું હતું ડાયવર્ઝન

  • સ્થાનિકો કામગીરીમાં ગેરરીતિના કર્યા આક્ષેપ

  • સ્થાનિકોએ સમારકામની કામગીરી પણ અટકાવી

છોટાઉદેપુર મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 નેશનલ હાઇવે પર સવા ચાર કરોડના ખર્ચે 10 વર્ષની ગેરંટીનું ઓલ વેધર ડાયવર્ઝન ધોવાઈ ગયું છે,અને ચાર મહિના બાદ હવે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા સમારકામમાં ગેરરીતિના સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે.

ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56 પસાર થાય છે.જે નેશનલ હાઈવે નંબર 56 પર સિહોદ પાસે ભારજ નદી પરનો પુલ બે વર્ષ પહેલા તૂટી પડતાં સવા ચાર કરોડના ખર્ચે 10 વર્ષની ગેરંટીવાળો ઓલ વેધર ડાયવર્ઝન નિયતિ કન્સ્ટ્રકશન દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે ડાયવર્ઝન માત્ર બે જ મહિનામાં ધોવાય જતાચોમાસાના ચાર મહિના લોકોને 40 કિલોમીટરના ફેરાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.અને હવે ચોમાસુ પૂર્ણ થયું છે,ત્યારે તૂટેલા ઓલ વેધર ડાયવર્ઝનના સમારકામનું કામ ધરવામાં આવ્યું છે.જેમાંપાયામાં રેતી ભેગી કરી પીચિંગ કરવામાં આવતાસ્થાનિક લોકોએ રબ્બર અને માટીનું પીચિંગ કરી આરસીસી કામ કરવામાં આવે તેવી માંગ કરી રેતી પીંચિંગ ના કામમાં ગેરરીતિના આક્ષેપ સાથે અટકાવી દેવામાં આવ્યું છે.

Latest Stories