રેશનિંગના અનાજ સગેવગે કરવાનું કૌભાંડ
અનાજનો જથ્થો હેરાફેરીનો પર્દાફાશ
સ્થાનિક જાગૃત નાગરિકોએ કૌભાંડ ઝડપી પાડ્યું
નાયબ મામલતદારે કરી કૌભાંડી સામે કાર્યવાહી
દુકાનદારજિ.પં મહિલા સભ્યના પતિ
છોટાઉદેપુર જિલ્લાના રેશનિંગ દુકાનમાં અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે,ગ્રામજનોએ રેડ કરી ઘઉં-ચોખાનો જથ્થો પકડ્યો છે.બનાવને લઇ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.આ ઘટનામાં જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિની જ આ દુકાન હોવાનું પણ જાણવા મળ્યું છે.
ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગપુરા ગામમાં રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક અને માંકણી જિલ્લા પંચાયત બેઠકના સદસ્યના પતિ હસમુખ છોટાભાઈ બારિયા દ્વારા રાત્રે 10:30 વાગ્યે અનાજની હેરાફેરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોની સતર્કતાને કારણે આ ગેરરીતિ ઝડપાઈ ગઈ હતી. અને બોડેલી પોલીસ તેમજ વહીવટી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. નાયબ મામલતદારે ઘટનાસ્થળે પહોંચીને ઘઉં, ચોખા અને ખાંડનો જથ્થો કબજે કરીને સીલ કર્યો છે,બાંગપુરા ગામના ગ્રામજનોને રાત્રે 10:30 વાગ્યે રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરી થઈ રહી હોવાની શંકા જાગી હતી. તેમને તાત્કાલિક દુકાન પર પહોંચીને તપાસ કરી હતી, જ્યાં ઘઉં, ચોખા અને ખાંડનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે ખસેડવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું.
ગ્રામજનોએ આ ઘટનાની અંગે બોડેલી પોલીસ અને મામલતદારને જાણ કરી હતી. રાત્રે 11:15 કલાકે બોડેલીના નાયબ મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. નાયબ મામલતદારે ગ્રામજનો દ્વારા પકડાયેલા અનાજનો જથ્થો, જેમાં ઘઉં, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે, તેને કબજે કરીને દુકાનના એક રૂમમાં સીલ કરી દીધો હતો.વહીવટી તંત્રે આ મામલે રોજકામ નોંધી લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં દુકાનના રેકોર્ડ, વેચાણની વિગતો અને અનાજના વિતરણની ચકાસણીનો સમાવેશ થાય છે.