કેસરપુરા પ્રાથમિક શાળાનો વિવાદ
શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ઢોર માર
ધો.4ના વિદ્યાર્થીને માર્યો માર
સારવાર અર્થે આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો
શિક્ષક સામે કડક પગલાં ભરવાની માંગ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કેસરપુરા પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં એક શિક્ષકે ધોરણ 4ના વિદ્યાર્થીને ઢોર માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે પરિવારજનો સહિત આદિવાસી સમાજમાં રોષ વ્યાપી ગયો હતો.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેસરપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ 4ના વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો,જેના કારણે વિદ્યાર્થી હેબતાઈ જતા પરિવારજનો દ્વારા તેને રાત્રે 108 મારફતે નસવાડી આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યો હતો.જોકે સી.એચ.સીના ડોક્ટરે વિદ્યાર્થીને માર માર્યાની ચકાસણી કરી હતી.ત્યારે સમગ્ર ઘટનાની હકીકત બહાર આવી હતી.સર્જાયેલી ઘટનાને પગલે વિદ્યાર્થીના માતા-પિતા તેમજ પરિવારજનો સહિત આદિવાસી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.અને વિદ્યાર્થીના પિતા નવનીતભાઈ દ્વારા શિક્ષક વિરુદ્ધ કડક પગલાં ભરવાની માંગ કરી હતી.