છોટાઉદેપુર : કવાંટના ચીખલી ગામે મકાન ધરાશાયી થતા માતા-પુત્રીના કાટમાળ નીચે દબાઈ જતા કરૂણ મોત

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ચીખલી ગામમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું.જેના કાટમાળ નીચે દબાઈ જતા માતા-પુત્રીના કરૂણ મોત નિપજ્યા હતા.

New Update
  • કવાંટમાં સર્જાય દુર્ભાગ્યપૂર્ણ ઘટના

  • ભારે વરસાદને કારણે બની ઘટના

  • મકાન ધરાશાયી થતા દોડધામ મચી

  • માતા-પુત્રીના નિપજ્યા મોત

  • પોલીસે શરૂ કરી વધુ તપાસ 

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ચીખલી ગામમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું.જેના કાટમાળ નીચે દબાઈ જતા માતા-પુત્રીના કરૂણ મોત નિપજ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ચીખલી ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી.ગમોડા ફળિયામાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું.આ ઘટના સમયે ઘરમાં 60 વર્ષીય મોચડીબેન તરજુભાઈ રાઠવા અને તેમની 35 વર્ષીય પુત્રી લક્ષ્મીબેન તરજુભાઈ રાઠવા હાજર હતા. બંને મહિલાઓ મકાનના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી.જેના કારણે બંને મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories