છોટાઉદેપુર : કુકરદાથી માંકડઆંબા જવાનો કાચો રસ્તો અત્યંત બિસ્માર બનતા પગપાળા પસાર થવું પણ બન્યું જોખમરૂપ

છોટાઉદેપુર જિલ્લાના કુકરદાથી માંકડઆંબા જવાના કાચા રસ્તે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય જતા પગપાળા પસાર થવું પણ જોખમ ભર્યું બની ગયું છે.

New Update
  • છોટાઉદેપુરનું રસ્તા વિહોણું ગામ

  • કાદવ કીચડવાળા રસ્તાથી લોકો પરેશાન

  • વારંવારની રજૂઆત પરંતુ કામગીરી શૂન્ય

  • કાદવ યુક્ત માર્ગમાંથી ચાલતા જવું પણ જોખમરૂપ

  • સરકાર પાસે પાકા રસ્તાની માંગ કરતા ગ્રામજનો 

છોટાઉદેપુર જિલ્લાના કુકરદાથી માંકડઆંબા જવાના કાચા રસ્તે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય જતા પગપાળા પસાર થવું પણ જોખમ ભર્યું બની ગયું છે.ત્યારે ગ્રામજનો સરકાર પાસે પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુકરદા ગામની અડધી વસ્તી કાચા રસ્તાનું દુઃખ વેઠી રહી છે. આઝાદીના વર્ષો વીત્યા બાદ પણ વિકાસ વિકાસની વાતો કરતા નેતાઓ હજી આ ગામને પાકા રોડની સુવિધા અપાવી શક્યા નથી. હાલ ચોમાસામાં કુકરદાથી માંકડઆંબા જવાના કાચા રસ્તે કાદવ કીચડ એટલી હદે થયો છે કે પગપાળા અવરજવર કરવી એ જોખમ ભર્યું છે. કુકરદા શાળામાં જતા વિદ્યાર્થીઓ દરરોજ કાદવ કીચડ ખૂંદીને પસાર થાય છે.

ગ્રામજનો કહે છે કે કાચા રસ્તાથી વિસ્તારના ગ્રામજનો આઝાદ થયા નથી. નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા કુકરદાથી માંકડઆંબા સુધીનો રોડ નવીન બનાવવા સરકારમાં રૂપિયા 6 કરોડની દરખાસ્ત કરી છે. જેને કેટલાય વર્ષ થયા હજુ સરકારે રોડ મંજૂર કર્યો નથી. સાથે સાથે કુકરદાના અન્ય દસ ફળિયાને જોડતા રસ્તા પાકા બનાવવાની પણ માંગ ઉઠી છે.છતાં હજુ સરકારે પાકો રોડ મંજૂર કર્યો નથી. હાલ તો વિસ્તારના લોકો પાકા રસ્તા વગર જાણે 18મી સદીમાં જીવતા હોય તેવી અનુભૂતિ કરી રહ્યાં છે.

Latest Stories