Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો ગેરનો મેળો, ગોઠ રકમથી માનતા પૂરી કરતાં લોકો...

X

આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો ભાતીગળ મેળો એટલે છોટાઉદેપુર જિલ્લાના કવાંટના ગેરનો મેળો. કોરોના માહામારી બાદ આ વર્ષે સુપ્રસિધ્ધ અને પારંપરિક ગેરનો મેળો યોજાયો હતો. રાજ્યની સરહદે આવેલ છોટાઉદેપુર એ આદીવાસી બાહુલ ધરાવતો વિસ્તાર છે. છોટાઉદેપુરના કવાંટ તાલુકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ રાજ્યોની સરહદે આવેલો છે, ત્યારે અહિ ત્રણેય રાજ્યના આદીવાસીઓની વિશેષ સંસ્ક્રુતિ પરંપરા અને જિવન શૈલીનો અનોખો સંગમ જોવા મળે છે. આદીવાસીઓમાં હોળી એ સૌથી મોટો અને મહ્ત્વનો તહેવાર મનાય છે. તેથી જ આ પંથકના આદીવાસીઓ વર્ષ દરમિયાન રોજીરોટી માટે રાજ્ય કે, દેશના અન્ય ખૂણે હિજરત કરીને ગયા હોય તેઓ તહેવાર સમયે પોતાના વતન ફરજિયાત આવી જતાં હોય છે.

હોળી વિષયક મેળાની તૈયારીમાં જોતરાઈ હોળી પૂર્વે અને બાદમાં સતત એક સપ્તાહ સુધી જુદા જુદા ગામોમાં વિવિધ મેળાઓ યોજાય છે. જેમાં સૌથી મોટો અને સુપ્રસિધ્ધ કવાંટનો ગેરનો મેળો ગણાય છે. વર્ષ દરમિયાન લીધેલી બાધાઓ પરિપૂર્ણ થતા પોતાના ઈષ્ટ દેવને આપેલા વચનને નિભાવવા અહીના આદીવાસીઓ આદીમાનવ સહિત ગેરૈયાઓના વિવિધ સ્વરૂપ ધારણ કરે છે. પોતાની બાધા પ્રમાણે ગેરની ભીખ માંગે છે, જેને ગોઠ પણ કહેવાય છે. આ રક્મથી તેઓ પોતાની માનતાની વિધિ પુર્ણ કરે છે, અને એટલે જ આ મેળાને ગેરનો મેળો પણ કહેવાય છે. મેળામાં આદીવાસીઓ ઢોલ-નગારા પાવાના તાલે ઘુઘરા બાંધી ટીમલી નૃત્ય કરતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. કોરોના મહામારી હળવી થતાં 2 વર્ષ બાદ યોજાયેલા મેળાની મોજ માણવા મોટી સંખ્યામાં લોકો કવાંટ આવી પહોચ્યા હતા.

Next Story