Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર: નસવાડી તાલુકાના કુંડાના ગ્રામજનો જીવના જોખમે ધસમસતા પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુંડાના ગ્રામજનો 300 મીટર ધસમસતા કોતરના પાણીમાથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.

X

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુંડાના ગ્રામજનો 300 મીટર ધસમસતા કોતરના પાણીમાથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.આઝાદીના અનેક વર્ષો બાદ પણ પાયાની સુવિધાથી વંચિત આ ગામમાં પાકો રસ્તો બન્યો નથી ત્યારે ભારે વરસાદથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

છોટાઉદેપુરના નસવાડીના ધારસિમેલથી હરખોડ,કુંડા નો કાચો રસ્તો આઝાદીના વર્ષો બાદ પાકો બન્યો નથી.હાલ કુંડા ગામમા બાઈક પણ જતી નથી.કુંડાના ગ્રામજનો ફરજીયાત 5 કિમી પગપાળા જાય છે.હરખોડ ગામના 300 મીટર લંબાઈ ધરાવતા કોતરમા મોટી માત્રામાં પાણી હોય જીવના જોખમે કોતર પસાર કરી ગ્રામજનો રોજિંદુ જીવન જીવવા મજબૂર બન્યા છે.કાચા રસ્તાને લઈ જીપને હરખોડ ગામ સુધી લઈ જવા માટે મોટા પથ્થર રસ્તા પર મૂકી જીપ લઈ જઈ રહ્યા છે.કુંડા ગામના યુવાનો કોતરના ધસમસતા પાણીના પ્રવાહમા ઉભા રહી બાઈક સવારને મદદ કરી પસાર કરે છે.3 ફૂટથી વધુ પાણી હોય તો બે ત્રણ દિવસ કુંડાના ગ્રામજનો અવર જવર શકતા નથી.સતત વરસાદ હોય તો પાણી સતત વધતું રહે છે.સરકાર વિકાસની વાત કરે છે પરતું વિકાસની વાત તો દૂર આ ગામમા રાજકીય નેતાથી લઈ તંત્ર હાલ જઈ શકતું નથી તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.સરકારી અનાજ પણ કોતરમાંથી માથે મૂકી ગ્રામજનો લઈ જઈ રહ્યા છે. 700 લોકોની વસ્તી ધરાવતા ગ્રામજનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી ચુક્યા બાદ પણ સરકાર હજુ કુંડાનો રસ્તો મંજૂર કરતી નથી ત્યારે તંત્ર સ્થાનિકોના પ્રશ્નનું નિરાકરણ લાવે એવી માંગ કરવામાં આવી છે

Next Story