Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : પરિણીત મહિલાએ ઘરકંકાસમાં બે બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું, માતા બચી ગઈ,બે દીકરીઓના મોત

છોટાઉદેપુર નગરમા 8 જૂનના રોજ કમકમાટી ભરી ઘટના ઘટી જેમાં એક પરણિત મહિલાએ ઘર કંકાસમા પોતાની બે દિકરીઓને લઇ કુવામા પડતું મૂક્યું .

X

છોટાઉદેપુર નગરમા 8 જૂનના રોજ કમકમાટી ભરી ઘટના ઘટી જેમાં એક પરણિત મહિલાએ ઘર કંકાસમા પોતાની બે દિકરીઓને લઇ કુવામા પડતું મૂક્યું .બે બાળકીઓના તો મોત નિપજ્યા પણ ક્રૂર માતા બચી જવા પામી છે .

છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલ પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે રહેતા સલાટ પરિવાર માં ચેતન સલાટ તેના સહ પરિવાર સાથે રહેતો હતો અને છુટક ધંધો કરી પરિવારનું ગુજરાન ચાલતો ચેતન એ ઘરનો મોભી છે અને પરિવારમા એ જ ફક્ત કમાનાર છે . જે કંઈ કમાઈ લાવે તે ઘરના વડીલ તેની માતાને આપતો .જોકે તેની પત્નીને પણ તેની જરૂરિયાત મુજબના પૈસા પરિણીત આપતો હતો . પણ ચેતનની પત્ની ને એ ગમતું ન હતું. જેને લઇ પતિ પત્ની વચ્ચે ઘણીવાર ઘર કંકાસ ચાલ્યા કરતો હતો તા. 8 જૂનના રોજ આવીજ એક બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો .અને પરિણીતાને ગુસ્સો આવી ગયો અને સાડા ત્રણ વર્ષની દીકરી અને એક વર્ષની દીકરીને લઈ નજીકમાં આવેલ કુવા પાસે પહોંચી અને કૂવામાં બંને દીકરીઓને લઈ મોતની છલાંગ લગાવી દીધી. આ બાબતની જાણ તેના પતિને થતા જ તે કુવા પાસે દોડી આવ્યો અને કુવા પત્ની અને તેની બંને દીકરીઓને બચાવવા કૂદી પડ્યો હતો .પરિણીતાએ તેનો જીવ બચાવવા કુવાના લોખંડના પગથિયાં પકડી લીધા હતા પણ બંને દીકરીઓ ડૂબી જતાં તેનું મોત નિપજ્યા હતા.

એક નજીવો ઘર કંકાસ અને માસૂમ બે બાળકીઓના કમકમાટી ભર્યા મોત થતા વિસ્તારના લોકોમાં અરેરાટી જોવાઈ રહી છે. ગામના લોકો પણ બંને બાળકીઓના પિતાને સાંત્વના આપવા તેના ઘરે પહોંચ્યા હતા ક્રૂર માતા એ જે જધન્ય અપરાધ કર્યો છે તેને લઇ લોકો તેની પર ફિટકાર વરસાવી રહ્યા છે, પોલીસે હાલ તો મહિલા સામે હત્યાનો ગુન્હો નોધી તપાસ આદરી છે.

Next Story