Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : બામરોલી નજીક એસ.ટી. બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો, મોટી જાનહાનિ ટળી...

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બામરોલી ગામ નજીક એસ.ટી. બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

X

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બામરોલી ગામ નજીક એસ.ટી. બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઇજા પહોચતા મોટી જાનહાનિ ટળી હતી, ત્યારે બન્ને વાહનોના ચાલક સહિત મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, બોડેલીના બામરોલી ગામ નજીક વડોદરાથી છોટાઉદેપુર જઈ રહેલી એસ.ટી. બસને અકસ્માત નડ્યો હતો. એસ.ટી. બસની ઓવરટેક કરવા જતાં ડમ્પરના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, એસ.ટી. બસની આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. અકસ્માતના પગલે બન્ને વાહન ચાલકોને ઇજા પહોચતા સારવાર અર્થે બોડેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ બસમાં સવાર અંદાજીત 50 જેટલા મુસાફરોને પણ સામાન્ય ઇજાના પગલે સારવાર અર્થે ખેસેડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડમ્પરના ચાલકને પહોંચેલ ગંભીર ઇજાના પગલે તેને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. જોકે, એસ.ટી. બસના ચાલકે સમય સુચકતા વાપરતા મોટી જાનહાની ટળી હતી. અકસ્માતના પગલે માર્ગ પર ટ્રાફિક જામ થતાં વાહનોની લાંબી કતારો પણ લાગી હતી. બોડેલી પોલીસે ઘટના સ્થળે દોડી ટ્રાફિક હળવો કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story