ગિરનાર ફરવા જતાં પ્રવાસીઓ માટે "કપરા" ચઢાણ, જાણો કેમ નહીં કરી શકાય ઉડન-ખટોલાની સફર..!

જુનાગઢ પ્રત્યે પ્રવાસીઓનું વધુ પ્રમાણમાં આકર્ષણ, રોપ-વેથી ગિરનારની ટોચે જનાર શ્રદ્ધાળુઓમાં વધારો

New Update
ગિરનાર ફરવા જતાં પ્રવાસીઓ માટે "કપરા" ચઢાણ, જાણો કેમ નહીં કરી શકાય ઉડન-ખટોલાની સફર..!

દિવાળી જ્યારે નજીક આવી રહી છે, ત્યારે દિવાળી વેકેશનની મજા માળવા સહેલાણીઓ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા હોય છે. અને તેમાં પણ ખાસ કરીને જુનાગઢ ખાતે રોપ-વેમાં સફર કરી ગરવા ગિરનાર સ્થિત મંદિરે દર્શને પહોચે છે.

ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે. ગિરનારની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ માઁ અંબાના દર્શન કરવા રોપ-વે મારફત જનાર શ્રદ્ધાળુઓમાં પણ વધારો થયો છે. જોકે, હવે રોપ-વેના મેન્ટેનન્સને ધ્યાને લઈ ઉષા બ્રેકો કંપની દ્વારા આગામી તા. 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે રોપ-વે સેવા બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

આવનાર પ્રવાસીઓને હાલાકી ન પડે તે માટે ઉષા બ્રેકો કંપની દ્વારા અગાઉથી જાણ કરવામાં આવી છે. રોપ-વેના મેન્ટેનન્સ બાદ તા. 16 ઓક્ટોથી રોપ-વે સેવા અહી આવતા સહેલાણીઓ મારે ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેવું આયોજન કરાયું છે.

Latest Stories