New Update
/connect-gujarat/media/media_files/o6i6gdjEDeBFaFK2HfNy.jpeg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિવસ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને રાજભવનમાં મળી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે પીએમ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટમાં આપ્યું હતું.
આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મિડીયા પર પણ એક પોસ્ટ કરી હતી. X હેન્ડલ પર સીએમ ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ શેર કરતા લખ્યું કે, વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, અને વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું.વધુમાં તેઓએ ઈશ્વર સમક્ષ પીએમ મોદીના યશકીર્તિથી પરિપૂર્ણ, સુદીર્ઘ અને નિરામય જીવનની કામના માટેની પ્રાર્થના કરી હતી.
આ ઉપરાંત પીએમ મોદીના જન્મ દિવસને ભાજપ સેવા પખવાડિયા તરીકે ઉજવી રહ્યું છે. તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Latest Stories