Connect Gujarat
ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત કચ્છની મુલાકાતે, રસીકરણની કામગીરીનું કર્યું નિરીક્ષણ

રાજ્યમાં લમ્પી વાયરસના પ્રકોપને જોતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી.

X

ગુજરાતમાં લમ્પી વાયરસના કારણે અબોલ જીવ પર આફત આવી પડી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ ભુજ પહોંચ્યા હતા અને અહીં તેમણે લમ્પી સ્કિન ડિસીઝ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાના પશુઓની સારવાર અને આઈસોલેશન સેન્ટરમાં રહેલ રોગગ્રસ્ત પશુની દેખરેખ માવજતની જાત મુલાકાત લીધી હતી.તેમણે અહીં પશુઓની સારવાર કરી રહેલા પશુ ચિકિત્સક અને અન્ય અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજમાં પશુ રસીકરણ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. અહીં હાજર પશુ ચિકિત્સક અને મેડિકલ સ્ટાફ સાથે વાત કરી હતી અને સ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો. તો તેઓ કચ્છ જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા. આઇસોલેશન સેન્ટર, વેક્સિનેશન સેન્ટરની પણ મુલાકાત કરશે.પશુધનની સારવાર કામગીરીનું નિરીક્ષણ પણ કરશે.

સીએમ ભુપેન્દ્ર પટેલે સુખપર ગૌરક્ષણ સંસ્થાની પણ મુલાકાત લીધી હતી.સંસ્થા દ્વારા બનાવવામાં આવતા આયુર્વેદિક ઉકાળા અને સામગ્રીનું નિરીક્ષણ કર્યું હતું.ગૌશાળા ખાતે ચાલુ કરેલ રસીકરણ કેમ્પમાં ગાયોના રસીકરણ કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગૌશાળાને રાજ્ય સરકાર આવનાર સમયમાં પૂરો સહયોગ આપશે અને અસરગ્રસ્ત પશુઓને 1962 હેલ્પ લાઇનની તાત્કાલિક સારવાર આપવા સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું.

Next Story