Connect Gujarat
ગુજરાત

CM ભુપેન્દ્ર પટેલનો કડક અંદાજ, મેધા પાટકરને અર્બન નકસલવાદી કહી સંબોધ્યા

કચ્છને તરસ્યું રાખ્યું હતું સૂકું ભઠ્ઠ રાખ્યું હતું. આપણે બધા જાણીએ છીએ કે વિરોધ કરવા વાળા અર્બન નક્સલવાદી કોણ હતા

X

પીએમ મોદીના ગુજરાત પ્રવાસના આજે બીજા અને છેલ્લા દિવસે કચ્છને મોટી ભેટ મળી છે. વડાપ્રધાને 4700 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યું હતું. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના ભારોભાર વખાણ કર્યા હતા. અને નર્મદા યોજનો વિરોધ કરનારાઓને અર્બન નક્સલવાદી કહી સંબોધ્યા હતા. અને કહ્યું હતું કે 'આજે એ પણ યાદ કરવું પડે કે એવા કોણ લોકો હતા જેમણે 5 5 દાયકા સુધી કચ્છના લોકોને નર્મદાના પાણીથી વંચિત રાખ્યા હતા,

કચ્છને તરસ્યું રાખ્યું હતું સૂકું ભઠ્ઠ રાખ્યું હતું. આપણે બધા જાણીએ છીએ કે વિરોધ કરવા વાળા અર્બન નક્સલવાદી કોણ હતા જેમણે સરાજાહેર ગુજરાતનો વિરોધ કર્યો ખાસ કરીને કચ્છનો વિરોધ કર્યો. એ અર્બલ નક્સલવાદીઓ કચ્છ અને ગુજરાતને વિકાસથી વંચિત રાખવાના તમામ પેતરા કર્યા હતા. એ લોકોમાંનું એક નામ છે મેઘા પાટકર, આપણે જાણીએ છીએ કે આ લોકો કઈ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે.

કોણે તેમણે સાંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી. ગુજરાતમાં લોકોને ભ્રમિત કરી નક્સલવાદ ફેલાવવાની આવા લોકોની પેરવી હતી. પરંતુ ગુજરાતની શાણી અને સમજુ પ્રજાએ તેમજ કચ્છની ખમીરવંતી પ્રજાએ એમના મનસૂબા પર પાણી ફેરવી દીધું. તેમના મનસૂબા ફાવવા દીધા નથી અને ફાવવા દેવાના પણ નથી'

Next Story