કોંગ્રેસે કર્યો “ચક્કાજામ” : અમરેલીમાં અતિવૃષ્ટિના કારણે થયેલ પાક નુકશાનીમાં સર્વે કરી ખેડૂતોને વળતર આપવા માંગ...

અમરેલી જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકશાનનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.

New Update

જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે મોટાપાયે પાક નુકશાની

પાક નુકશાનનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવા માંગ

કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કરાયો

ખેડૂતોના દેવા માફી કરવા સાથે કોંગીજનો રસ્તા પર ઉતર્યા

ધારાસભ્યો નિષ્ફળ નિવડ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

અમરેલી જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકશાનનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.

અમરેલી જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ થયા છેત્યારે હવે પાયમાલ ખેડૂતોની વ્હારે કોંગ્રેસ પક્ષ આવ્યો છે. સાવરકુંડલા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને વળતર આપવાની માંગ સાથે પીપાવાવ-અંબાજી સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતોને ન્યાય આપોની માંગ સાથે ખેડૂતોના દેવા માફી કરવા સાથે કોંગી કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. એટલું જ નહીંઅમરેલી જિલ્લાને ન્યાય આપવામાં 5 ધારાસભ્યો નિષ્ફળ નિવડ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પાક નુકશાનનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી.

Latest Stories