કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની રેશ્મા પટેલ વચ્ચેની બબાલનો એક વીડિયો બુધવારના રોજ વાયરલ થયો હતો જે મામલે ભારે હોબાળો થતાં વાયરલ વીડિયો મામલે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરી અનેક ખુલાસા કર્યા હતા અને થોડા સમય માટે રાજનીતિ માંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની વચ્ચે બબાલનો વીડિયો વાયરલ થયા બાદ પ્રથમવાર ભરતસિંહ સોલંકી આજે મીડિયા સામે આવ્યા હતા.પત્નીનું નામ લીધા વિના ખુલાસો કરતા કહ્યું કે, 'મીડિયામાં આવી જવાથી કોઈ વાતનો નિકાલ આવવાનો નથી એટલે મે એવું વિચાર્યું કે ઘરની વાત ઘરમાં રહે મારી પાસે ઘણા પુરાવા છે જેને હું કોર્ટમાં રજૂ કરીશ. એમણે હંમેશા મારી મિલકતની જ ચિંતા જ કરી છે અને હું ક્યારે મરી જાઉં એની જ એ ચિંતા કરે છે.
મારી વિરુદ્ધ દોરા-ધાગા પણ કરવામાં આવ્યા. ને એમ લાગ્યું કે મારા જીવને જોખમ છે ત્યારે મે નોટિસ આપી કે હું એની સાથે નથી.ભરતસિંહ સોલંકીએ પત્ની રેશ્મા પટેલ પર આરોપ લગાવતા કહ્યું કે 'જ્યારે હું કોરોનામાં બીમાર હતો ત્યારે હોસ્પિટલમાં આવીને મને કહ્યું હતું કે મારી પ્રોપર્ટીનું શું? મારી કાર વેચી દઈને મારા ડ્રાઇવરને છુટો કરવામાં આવ્યો. મારી પત્નીને માત્ર મારી મિલકત અને નાણામાં જ રસ છે. હું એ યુવતી સાથે આઈસ્ક્રીમ ખાવા ગયો હતો. મને દુઃખ થાય છે કે વ્યક્તિગત જીવનની જાહેરમાં ચર્ચા કરવી પડે છે. માટે જ મારે મીડિયાની સામે આવવું પડ્યું છે હું ત્રીજા લગ્ન પણ કરી શકુ છુ તેવો ખુલાસો પણ ભરતસિંહ સોલંકીએ કર્યો હતો