વાપીમાં કામદારોના શોષણનો આક્ષેપ
કોંગ્રેસ MLA ની આગેવાનીમાં હલ્લાબોલ
મામલતદાર કચેરી પર ધરણા પ્રદર્શન
લેબર ઓફિસરને પાઠવ્યું આવેદનપત્ર
કોંગ્રેસની ઉગ્ર આંદોલનની ચીમકી
વલસાડ જિલ્લાની વાપી ઔદ્યોગિક વસાહતમાં કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસે હલ્લાબોલ કર્યું હતું,અને મામલતદાર કચેરીમાં ધારણા પ્રદર્શન કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વસાહતમાં આવેલ આલોક કંપની દ્વારા કામદારોનું પગાર સહિતની સુવિધાઓ માટે શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ વાંસદના કોંગી ધારાસભ્ય અનંત પટેલે કર્યા હતા,અને ગંભીર આક્ષેપો તેમજ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.તેમજ મામલતદાર કચેરીમાં ધરણા પ્રદર્શન કરીને કામદારોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે માંગ કરી હતી.અને લેબર ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું.અનંત પટેલે દસ દિવસમાં જો કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.