કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે X પર PM મોદીને ચાબખા મારીને પોતાનો રોષ ઠાલવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ વડોદરાના મહેમાન બન્યા છે,ત્યારે પોલીસ દ્વારા જાગૃત નાગરિકોને નજરકેદ કરવામાં આવ્યા છે,

New Update
a

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ વડોદરાના મહેમાન બન્યા છે,ત્યારે પોલીસ દ્વારા જાગૃત નાગરિકોને નજરકેદ કરવામાં આવ્યા છે,તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ પોતાના X હેન્ડલ પરથી PM મોદીને સંબોધીને પોસ્ટ કરીને ચાબખા મારીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પોતાના X હેન્ડલ પર કરેલ પોસ્ટમાં જણાવ્યું છે કે આપ ગુજરાત પધારો છો ત્યારે આપના સ્વાગત સાથે જણાવું છું કે આપની પોલીસ વડોદરામાં કેટલાય જાગૃત નાગરિકોને ગઈકાલ થી હાઉસ એરેસ્ટ કરીને બેઠી છે.વિશ્વામિત્રીનું પાણી વડોદરામાં આવ્યું અને જે વિનાશ થયો ત્યારે આપ પધાર્યા હોત તો સાચી ખબર પડી હોત.કુદરતી પાણીના નિકાલના રસ્તાઓ ઉપર દબાણ દૂર કરાવશો અને યોગ્ય વળતર માટે આદેશ કરશો તેવી વિનંતી.આજે ખેડૂત ખુબ મોટી મુશ્કેલીમાં છે.ખેડૂત આત્મહત્યા માટે મજબૂર બનેલ છે,ત્યારે યોગ્ય વળતર આપવામાં આવે તે જરૂરી છે.350 કરોડની ઓગસ્ટ મહિનામાં જે જાહેરાત કરી હતી,એમાં પણ ખેડૂતો સાથે બનાવટ કરવામાં આવી છે.હું માંગ કરું છું કે,સરકાર ઉદાર હાથે ખેડૂતોને,વેપારીઓને,ઝૂપડપટ્ટીમાં રહેતા શ્રમજીવીઓ તથા ઘરોમાં નુકસાન થયેલ નાગરિકોને સહાય કરે અને નુકસાન સામે યોગ્ય વળતર આપે. પાક વીમાના નામે પણ ખુબ નુકસાન થયું છે. શા માટે પી.એમ.કિસાન યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યું છે?

આ મુજબ શક્તિસિંહ ગોહિલે પોસ્ટ કરીને PM મોદીને ચાબખા માર્યા હતા,સાથે જ ઘણા લોકોએ તેમની પોસ્ટ પર પોતાના અભિપ્રાય પણ આપ્યા હતા.