/connect-gujarat/media/media_files/2026/02/18/cngwsd-2026-02-18-13-51-21.png)
ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના નાણાકીય વર્ષ 2026-27ના બજેટ રજૂ થાય તે પહેલાં જ વિરોધનો રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા બહાર બેનર અને પોસ્ટર સાથે પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ ઉઠાવી હતી.
કોંગ્રેસ પક્ષનો આ વિરોધ મુખ્યત્વે રાજ્યમાં ચાલી રહેલી કોન્ટ્રાક્ટ પ્રથાને રદ કરવાની માંગ સાથે જોડાયેલો હતો. પક્ષના નેતાઓએ જણાવ્યું કે, યુવાઓને કાયમી રોજગારી મળવી જોઈએ,તેઓએ કહ્યું કે, રાજ્યભરમાં યોજાયેલી જન આક્રોશ યાત્રા દરમિયાન લોકો પાસેથી અનેક ફરિયાદો મળી છે અને બજેટમાં એ મુદ્દાઓનો સમાવેશ થવો જરૂરી છે.
પ્રદર્શન દરમિયાન અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે, અન્ય રાજ્યોમાં મહિલાઓને દર મહિને રૂપિયા 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે, તો ગુજરાતમાં પણ બહેનોને સમાન સહાય મળવી જોઈએ. તેમણે ખાસ કરીને એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી વર્ગોને વસ્તીના પ્રમાણમાં યોગ્ય બજેટ ફાળવવાની માંગ કરી હતી.