Connect Gujarat
ગુજરાત

સતત વધતી મોંઘવારી સામે કોંગ્રેસનો વિરોધ, સુરત-વલસાડ અને વડોદરામાં યોજાયું વિરોધ પ્રદર્શન...

આજરોજ સુરત-વલસાડ અને વડોદરા ખાતે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

X

સતત વધતી મોંઘવારીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજરોજ સુરત-વલસાડ અને વડોદરા ખાતે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

છેલ્લા ઘણા દિવસથી વધતી મોંઘવારીના મુદ્દે રાજ્યભરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ નજીક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોંઘવારી સામે વિરોધ નોંધાવવા ભેગા થયા હતા. કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું, ત્યારે કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જે બાદ પોલીસે કોંગ્રેસના 30થી વધુ કાર્યકર્તાઓ અટકાયત કરી હતી.

તો બીજી તરફ, વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયથી ચોક સુધી રેલી યોજી મોંઘવારી સામે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમ્યાન પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા, ત્યારે પોલીસે માજી સાંસદ કિશન પટેલ, કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિતના કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પણ સયાજીગંજ વિસ્તારમાં હલ્લાબોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા અને પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે કોંગ્રેસનાં કાર્યકરોયે ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા.

Next Story