Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા જીલ્લામાં 99 અમૃત સરોવરનું નિર્માણ, ભાવી પેઢીને જળનો સમૃદ્ધવારસો આપવાની સરકારની નેમ

બનાસકાંઠા જિલ્લામાં હંમેશાથી પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન પ્રાણપ્રશ્ન બની રહ્યો છે.

X

બનાસકાંઠા જિલ્લામાં હંમેશાથી પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે તેના કાયમી ઉકેલની દિશામાં કદમ માંડ્યા છે. પ્રધાનમંત્રીના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરના નિર્માણના આહવાનને ઝીલી બનાસકાંઠાએ 99 અમૃત સરોવરનું નિર્માણ કર્યું છે.

ગુજરાતનો સરહદી જિલ્લો એટલે બનાસકાંઠા... બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઉંડા હતા અને પાણીની સમસ્યા હતી. રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના થકી તળાવો ઉંડા તથા નવીન બનાવી પાણીદાર ગુજરાત બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. જેના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 99થી વધુ અમૃત સરોવરનું નિર્માણ કાર્ય શરુ થયું. આવું જ એક સરોવર સુઈગામ તાલુકાના મમાણા ગામે બનાવવામાં આવ્યું છે. 12 એકરમાં ફેલાયેલા આ સરોવર જે પહેલા છીછરું હોવાથી પાણી સંગ્રહ થતુ નહોતું જેને ઉડું કરવામાં આવ્યું અને 7200 ક્યુબિક લીટર પાણી સંગ્રહનો વધારો થયો છે.

બનાસકાંઠા જિલ્લામાં આ અમૃત સરોવર નિર્માણના યજ્ઞમાં ચાંદરવા, આંત્રોલ, છાપરા, કુંભલસર, કરજોડા, વાવ જેવા અનેક ગામ જોડાયા અને અત્યારે 99માંથી 50થી વધુ અમૃત સરોવરનું નિર્માણ થઈ અને બાકીના સરોવરોનું કામ પ્રગતીમાં છે. આ અમૃત સરોવર નિર્માણ થકી જળ સંચયની સાથે ગ્રામીણ મજુરોને 4 લાખથી વધુ માનવદિવસની રોજગારીનું સર્જન થયુ છે. આમ, આ જળયજ્ઞ આવનાર દિવસોમાં પાણીદાર ગુજરાત બનાવવાની નેમને સાર્થક કરશે એ નક્કી છે.

Next Story