Connect Gujarat
ગુજરાત

કોરોના સંકટ વધ્યું: અમદાવાદમાં એક સાથે 21 વિસ્તારોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકી દેવાયા

અમદાવાદમાં વધતા કોરોનાના કેસ સાથે માઈક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે

કોરોના સંકટ વધ્યું: અમદાવાદમાં એક સાથે 21 વિસ્તારોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકી દેવાયા
X

અમદાવાદમાં વધતા કોરોનાના કેસ સાથે માઈક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. શહેરમાં એક સાથે 21 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાતા ફફડાટ ફેલાયો છે. અમદાવાદ બોડકદેવ, પાલડી, થલતેજ, નિકોલ, ઘોડાસર, વસ્ત્રાપુરના વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકાયા છે.

આ સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 65 પર પહોંચી છે.ગુજરાતમાં કોરોનાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1259 કેસ સામે આવતા તંત્ર અને લોકોએ હવે સાવચેત થઈ જવાની જરૂર છે. આજ સૌથી વધુ અમદાવાદમાં 644 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 225 કેસ તો વડોદરામાં 75 અને રાજકોટમાં 61 કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 5858 સુધી પહોંચી ગઈ છે.રાજ્યભરમાં કોરોનાને કારણે 3 મૃત્યુ થયા જ્યારે કુલ 16 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. કોરોનાને માત આપીને કુલ 151 દર્દી ઘેર પરત ફરતા હવે એક્ટિવ કેસની સંખ્યા 5858 પહોંચી ગઈ છે. આજે કુલ 7.46 લાખથી વધુ લોકોને રસીકરણ થયું છે. જ્યારે અત્યાર સુધી કુલ 9.04 કરોડ રસી નો ડોઝ આપી દેવાયા છે. કોરોનાથી સાજા થવાનો દર 98.09 ટકા જોવા મળ્યો છે.આજે 7,46,445 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આજથી 15-18 વર્ષના લોકોનું રસીકરણ પણ શરુ થયું હતું. આજે પહેલા દિવસે 4,94,317 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

Next Story