Connect Gujarat
ગુજરાત

કોરોનાના ડેલ્ટા+ વેરિએન્ટની ગુજરાતમાં દસ્તક,વાંચો ક્યાં નોધાયા 2 કેસ

નવો વેરિએન્ટ સામે આવતા ચિંતા વધી ગઈ છે. ભારતમાં કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટના કેસ સતત વધતા ખતરો વધી રહ્યો છે.

કોરોનાના ડેલ્ટા+ વેરિએન્ટની ગુજરાતમાં દસ્તક,વાંચો ક્યાં નોધાયા 2 કેસ
X

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની ગતિ ધીમી પડવા લાગી છે, પરંતુ નવો વેરિએન્ટ સામે આવતા ચિંતા વધી ગઈ છે. ભારતમાં કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટના કેસ સતત વધતા ખતરો વધી રહ્યો છે. ગુજરાતમાં પણ ડેલ્ટા પ્લસના બે કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસની એન્ટ્રી થઈ હોવાની પુષ્ટિ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના આ બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા છે.દેશમાં નવા વેરિએન્ટ સામે આવ્યા બાદ ચિંતા વધી ગઈ છે. ગત દિવસોમાં દેશમાં સામે આવેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મામલાની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. સરકારે જાણકારી આપી કે અત્યાર સુધીમાં ભારતના 18 જિલ્લામાં કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 48 કેસ સામે આવી ગયા છે. કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં અત્યાર સુધીમાં 20 કેસ સામે આવ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં 7, પંજાબ-ગુજરાતમાં 2-2, કેરળમાં ત્રણ, આંધ્રપ્રદેશમાં એક, તમિલનાડુમાં 9, ઓરિસ્સા, રાજસ્થાન,જમ્મુ કાશ્મીર અને કર્ણાટકમાં એક-એક કેસ સામે આવ્યા છે.

Next Story