ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 90 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ત્રણ વ્યક્તિનાં મોત થયા છે. રાજ્યમાં આજે 304 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3013 છે. જે પૈકી 9 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,10,451 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 18 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 8 કેસ, સુરત કોર્પોરેશનમાં 10 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસ, સુરતમાં 6 અને વડોદરામાં 5 કેસ, નવસારીમાં 2 અને બનાસકાંઠામાં 2 કેસ, આણંદમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, જામનગર કોર્પોરેશનમાં 3 કેસ, જુનાગઢમાં 2 તથા, સુરેન્દ્રનગરમાં 1 કેસ, કચ્છમાં બે, દેવભૂમિ દ્ધારકામાં બે, નર્મદામાં ચાર કેસ નોંધાયા છે. તે સિવાય ભરૂચ. ભાવનગર, દાહોદ, ગાંધીનગર, જામનગર, ખેડા, મહેસાણા, પંચમહાલ, સુરેન્દ્રનગરમાં એક-એક કેસ નોંધાયા હતા. તે સિવાય 14 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. તે સિવાય દેવભૂમિ દ્ધારકા, વડોદરા કોર્પોરેશન અને અમદાવાદમાં એક-એક દર્દીના કોરોનાથી નિધન થયા હતા.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3013 છે. જેમાંથી હાલ 3004 લોકો સ્ટેબલ છે. 9 લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 810451 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10059 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.41 ટકા છે.
રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,84,125 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,56,77,991 પર પહોંચ્યો છે.