/connect-gujarat/media/post_banners/97090f55061a5e75435620493088e7e25adc3666abb2419edb97cfb145949e60.jpg)
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ રાજકીય ઉહાપો ચરમશીમાએ છે, ત્યારે નવસારી લોકસભામાં ઉમેદવાર જાહેર થયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પ્રથમ વખત નવસારીની મુલાકાતે આવી ચૂંટણી પ્રચારનું રણસિંગું ફુક્યું હતું.
સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ વચ્ચે રાજકીય માહોલ જામી રહ્યો છે. નવસારી લોકસભા બેઠક દેશની બેઠકો માની એક છે, ત્યારે સાંસદ સી.આર.પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન સમગ્ર દુનિયામાં ચર્ચા થાય તેવા મહત્વના કામો કર્યા હતા. જેને લઈને નવસારી લોકસભાનું મહત્વ ખૂબ વધી ગયું છે. ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત નવસારી આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે શહેરમાં સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલન કાર્યક્રમ તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપી હતી. પોતાના વક્તવ્યમાં નવસારીને મળેલા ટેક્સટાઇલ પાર્કની વિકાસમાં ખૂબ મોટી ભૂમિકા હશે, જ્યારે સુરતમાં 10 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવે તેમ છતાં સુરત શહેરને પૂરથી બચાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાની તેઓએ વાત કરી હતી. સુરતમાં 29 માળનું 5 હજાર વાહનોના પાર્કિંગવાળુ વહીવટી બિલ્ડીંગ બની રહ્યું છે, જે સમગ્ર દેશ માટે એક વિકાસનું મોડેલ બનીને આગળ આવશે. પોતાના વક્તવ્યમાં રાજ્યના કેન્દ્ર સરકારે કરેલા મહત્વના પ્રોજેક્ટની પ્રવૃત્તિ નાગરિકો સમક્ષ યોજનાઓની છણાવટ કરી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/04/yellq-2025-07-04-10-48-18.png)