/connect-gujarat/media/post_banners/93b526795df2ae6ad989dd489b36f3ebec9c07f16a8610b98c496dd27befe22d.jpg)
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઇ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઇ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યનાં તમામ બંદરો પર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. દરિયા કિનારે અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. જોકે, બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે તેવી વાતનો હાલ પૂરતો અંત આવી ગયો હોય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.. આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના કિનારે વાવાઝોડું ટકરાશે નહીં, એટલે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું અટકી ગયું છે. આગામી દિવસમાં નક્કી થશે કે, વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે કે અન્ય તરફ ફંટાયું છે.અમરેલી કલેક્ટર અજય દહીયાએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવાઇ છે. રાજુલા અને જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં અમારી ટીમ એક્ટિવ છે.12 તારીખ સુધીમાં પવનની સ્પીડ પ્રતિકલાક 55 કિ.મી સુધી થશે. અમે પીપાવાવ કોસ્ટગાર્ડ વહીવટી તંત્ર દરિયા કિનારે સીધી નજર રાખી રહ્યા છે. વાવાઝોડા સામે તંત્રીની પુરી તૈયારી છે.