/connect-gujarat/media/post_banners/2e31c16ca977d73896a21d8fcc9b7f1d4f5ec7194c00d25e73e8064ac170b313.webp)
દાહોદ જિલ્લાના તલોદ તાલુકાના દલાની મુવાડી ગામની અને તલોદ કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ કોઇ અગમ્ય કારણોસર મહીયલ નજીક રેલ્વે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન આગળ પડતુ મુકી મોતને વ્હાલું કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી જોવા મળી હતી.
ડભોડા રેલવે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દાહોદના તલોદ તાલુકાના દલાની મુવાડી ગામની નિકીતા ઝાલા નામની વિદ્યાર્થીની તલોદ કોલેજમાં અભ્યાસ કરતી હતી. દરરોજના નિત્યક્રમ મુજબ નિકીતા ઝાલા સવારે ઘરેથી કોલેજ જવા માટે નિકળી હતી. જોકે, તે કોલેજ જવાને બદલે મહિયલ રેલવે ફાટક નજીક પસાર થતી અસારવા-કોટા સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન નીચે સવારે 9.48 પહેલાના સમયમાં પડતું મુકીને જીવન ટુંકાવી દીધુ હતું. પુરઝડપે આવી રહેલી ટ્રેન નીચે નિકીતા ઝાલાએ કોઇ અગમ્ય કારણોસર પડતું મુકીને મોતને વ્હાલુ કર્યું હતું. જેના કારણે તેના ટુકડે ટુકડા થઇ ગયા હતા. બનાવની જાણ થતા સમગ્ર વિસ્તારમાંથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જોકે, ડભોડા રેલવે પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતક વિદ્યાર્થીની નિકીતા ઝાલાના મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.