Connect Gujarat
ગુજરાત

દાહોદ: ઘરની બહાર પાર્ક કરેલ કારની ચોરી કરી જંગલમાં સંતાડી દેતી મધ્યપ્રદેશની ગેંગ ઝડપાય

જિલ્લામાં જેકોટ સહીત અલગ અલગ ગામોમાંથી ક્રુઝર ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

દાહોદ જિલ્લામાં જેકોટ સહીત અલગ અલગ ગામોમાંથી ક્રુઝર ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લામાં વાહન ચોરીના બનાવો છેલ્લા કેટલાય મહિનાઓથી પોલીસને પડકાર ફેંકતા હતા ત્યારે પોલીસવડાએ એક્શનમાં આવી જિલ્લામાં થતા વાહન ચોરીના ગુનાઓને ડામવા પોલીસની ટિમોને કામે લગાવી હતી ત્યારે પોલીસવડાના માર્ગદર્શનમાં ચાલતી LCB પોલીસે અને દાહોદ તાલુકા પોલીસના સંયુક્ત ઉપક્રમે ડ્રાઈવ યોજી હતી જેમાં રામપુરા હાઇવે ઉપરથી માતવા જવાના રસ્તે વાહન ચેકીંગ કરાઈ રહી હતી ત્યારે સિલ્વર કલરની ક્રુઝર ગાડી આવતા જેનો નંબર GJ 06 KH 7246 નંબરને ઈ ગુજ કોપ પોકેટમાં સર્ચ કરતા આ ગાડી જેકોટ ગામેથી ચોરી કરેલી ક્રુઝર ગાડી જણાઈ આવી હતી.

ત્યારે પૂછપરછ દરમિયાન તેમની પાસે આ ગાડીના દસ્તાવેજોની માંગ કરતા તેમની પાસે દસ્તાવેજો ન મળતા અને અન્યના નામ ઉપર જણાય આવતા તેમની પોલીસ મથક ખાતે વધુ પૂછપરછ કરાવતા પકડાયેલા ત્રણેય આરોપીઓએ જણાવ્યું હતું કે આ ગાડી આઠ દિવસ પહેલા તેમને જેકોટ ગામેથી ઉઠાવી હતી ત્યારે અન્ય એક ક્રુઝર ગાડી 11 મહિના પહેલા લીમડી નજીક આવેલા કારટ ગામેથી ચોરી કરી હતી ત્યારે ત્રીજી કૂઝર ગાડી ચાર મહિના પહેલા લીમખેડા નજીક આવેલા પીપળી ગામે એક ઘર આગળથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું અને આ બે ચોરીની ક્રુઝર ગાડીઓ ગરબાડા તાલુકાના માતવા ગામના જંગલમાં સંતાડી રાખેલી હતી અને રૂલર તેમજ એલસીબી પોલીસે માતવા ગામમાં જંગલમાં સંતાડી રાખેલી બે ક્રુઝર ગાડીઓને પોલીસ મથકે લાવી મુદ્દામાલ કબ્જે કરાયો હતો જેમાં પકડાયેલા આરોપીઓ રાકેશ બામણીયા આલમસિંગ બામણીયા અને મુકેશ બામણીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગેંગ રાત્રિના સમયે ઘર આગળ પાર્ક કરેલી ફોરવીલર ગાડીઓની રેકી કરતા હતા અને તે બાદ તે ગાડીઓની રાત્રિના સમયે ઘર આગળથી ઉઠાંતરી કરી અને જંગલમાં સંતાડી રાખતા હતા ત્યારબાદ તે લોકો મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જિલ્લાઓમાં ચોરી કરેલી ગાડીઓના સ્પેરપાર્ટ વેચી નાખવાનો ગોરખ વેપલો ચળવતા હોવાનું બહાર આવ્યું છે

Next Story