Connect Gujarat
ગુજરાત

દાહોદ : ગેસના બોટલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લાગી આગ, ટ્રક ચાલક ભડથું થયો

દાહોદ તાલુકાના જેકોટ નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર હાઇડ્રોજન ઓક્સિજન ગેસના બોટલ ભરેલા ટેન્કર તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી હતી.

X

દાહોદ તાલુકાના જેકોટ નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર હાઇડ્રોજન ઓક્સિજન ગેસના બોટલ ભરેલા ટેન્કર તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી હતી.

ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર અવારનવાર માર્ગ અકસ્માતોના બનાવો બનતા આ નેશનલ હાઈવે ધીમે ધીમે અકસ્માત ઝોન તરફ અગ્રેસર થઈ રહ્યો છે, ત્યારે વધુ એક માર્ગ અકસ્માતનો બનાવ દાહોદ તાલુકાના જેકોટ નજીક બનવા પામ્યો હતો. જેકોટ નજીક યૂટર્ન પર એક ટ્રક ચાલક ટ્રક વળાવી રહ્યો હતો, તે સમયે દાહોદ તરફથી આવતા હાઇડ્રોજન ઓક્સિજનના ખાલી સિલિન્ડર ભરેલ ટેન્કર વચ્ચે જોશભેર ટક્કર થતા હાઈડ્રોજન સિલિન્ડર ભરેલા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ટ્રક ચાલક આગની લપટોમાં આવી જતાં ભડથું થઈ ગયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર બન્ને તરફનો માર્ગ 2 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

બનાવના પગલે ફાયર બિગેડ તેમજ પોલીસને કરાતા દાહોદ ડિવિઝનના ASP સાહતીનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. ફાયર બિગેડે પણ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતના પગલે એક વ્યક્તિનું મોત થતાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story