દાહોદ : લીમખેડામાં સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા..!

દાહોદ જિલ્લાના લીમખેડામાં સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતા, ત્યારે વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

New Update
  • લીમખેડાના અંતરિયાળ ગામોમાં સ્મશાનનો અભાવ

  • સ્મશાન નહીં હોવાથી મૃતકના સ્વજનોને પડી હાલાકી

  • નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા લોકોની મજબૂરી

  • આઝાદીના વર્ષો બાદ પણ સ્મશાનનો અભાવ : સ્થાનિક

  • વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ

દાહોદ જિલ્લાના લીમખેડામાં સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતાત્યારે વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ સરકારનો વિકાસ ફરક્યો નથીત્યારે વરવી વાસ્તવિકતા દર્શાવતા દ્રશ્યો લીમખેડા તાલુકામાંથી સામે આવ્યા છેજ્યાં નદીના પટમાંથી મૃતકના સ્વજનો અર્થી લઈને પસાર કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીંસ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં જ અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતા. આ મામલે લોકોનું કહેવું છે કેઆઝાદીના આટલા વર્ષો બાદ પણ આ વિસ્તારમાં સ્મશાન બન્યું નથીજ્યાં પ્રજાપતિ સમાજઆદિવાસી સમાજના લોકો હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે. જોકેવર્ષોથી સ્મશાન બનાવવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. તેમ છતા તંત્ર દ્વારા સ્મશાન બનાવવાની કામગીરી કરવામાં આવી નથીત્યારે હવે વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે.

Latest Stories